Mahendra K. Shah

મારા પપ્પા વિશે કેટલીક વાતો

Father’s day નિમિત્તે મારા પપ્પા વિશે કેટલીક વાતો લખું છું. મારા પપ્પા અવારનવાર કહેતાં કે “ભાંગ્યાંના ભેરુ’ થવાનું”. પૈસાવાળાના સૌ સગા થાય ગરીબનું કોણ? તેઓ ખાસ કહેતા કે “માનવતા એ જ મોટો ધર્મ છે”. આ જ મંત્રો સાથે તેઓ જીવન જીવ્યાં હતા.

વલભીપુર તાલુકામાં સામાજિક કાર્યકર તરીકે જીવનભર મારા પપ્પાએ જીવહિંસા અટકાવવા માટે તથા ગરીબોને થતા અન્યાય, અત્યાચાર વિરુદ્ધ ખુબ લડત આપી હતી. તેઓ ગાંઠનું ગોપીચંદન કરીને લોકોની મદદ કરતા. બેંક બેલેન્સ 150 રૂપિયા જેટલું હોય અને ફોલ્ડ કરેલા પોસ્ટકાર્ડ વચ્ચે શર્ટના ખિસ્સામાં 100 આસપાસ રૂપિયા હોય એટલે ખુશ. પણ જો એટલુંય ન હોય તો પણ કદી નિરાશ ન થતા. ફોટોફ્રેમ, તાળાની ચાવી બનાવવી, પ્રાયમસ, બેટરી (ટોર્ચ), પેટ્રોમેક્સ રીપેરિંગનું કામ કરીને મહેનતથી તેઓ ઘરખર્ચ માંડ કાઢતા હતા. એમાં પણ જો કોઈ વ્યક્તિ સરકારી કામ માટે અરજી લખાવવા આવે તો કામ પડતું મૂકી તેને અરજી લખી દેતા જરૂર પડે સરકારી કચેરીમાં તેની સાથે જતા એવો તેમનો સ્વભાવ.

ભટ્ટ શેરીમાં અમારું દેશી નળિયા અને મેડીવાળું મકાન

વલભીપુરના ટાવર ચોકમાં ગામડામાંથી બળદ ગાડું ભરીને બાવળના કોલસા વેચવા આવતા મજૂર માણસો પાસેથી તેમના ભાવથી મારા પપ્પા કોલસા ખરીદતા અને શેઠ શ્રી પ્રેમચંદ ફુલચંદ અથવા શેઠ શ્રી વનમાળીદાસ દીપચંદના ગોડાઉનમાં આ કોલસાની ગુણીઓ ભેગી કરી જ્યારે ટ્રક ભરાય એટલી થાય ત્યારે પોરબંદરના એક સિંધી વેપારીને ત્યાં જાતે પહોંચતી કરતા હતા. આટલી મહેનત પછી એમાંથી 1000 રૂપિયા જેવો નફો મળે એટલે ખુશ ખુશ થઇ જતા.

મારા પપ્પા જાહેર હિતની બાબતો માટે ટાવર ચોકમાં બ્લેકબોર્ડ લખતા. આ બોર્ડ વાંચવા લોકોની ભીડ જામતી. local intelligence Bureau દ્વારા સરકારમાં તેની નોંધ પણ લેવાતી હતી. ભાવનગર જિલ્લાના જાણીતા સામાજિક કાર્યકર સ્વ. કનુ ઠક્કર સાથે મારા પપ્પા ટાવર ચોકમાં રાત્રે જાહેરસભા ભરે ત્યારે હકડેઠઠ મેદની ઉમટી પડે. રોજ સાંજે દરબારગઢ માંથી ઠાકોર સાહેબ શ્રી દાદાબાપુ મારા પપ્પાને બેસવા બોલાવતા. સાંજે જ્યારે અમારી દુકાને દરબારગઢ માંથી એક સેવક મારા પપ્પાને બોલાવવા આવે ત્યારે રાજમહેલમાં મને સરબત પીવા મળે એટલે હું પણ પપ્પા સાથે જતો.

જૈન સંઘના બેન્ડમાં પદ્ધતિસર બ્યુગલ વગાડનારા તરીકે મારા પપ્પાને આજે પણ તેમનાં મિત્રો યાદ કરે. વાંસળી અને પાવો વગાડવો એ તેમનો શોખ હતો. પાંજરાપોળ કમિટીના પ્રમુખ, જૈન સંઘના ટ્રસ્ટી, આવડમાતા અન્નક્ષેત્રના ટ્રસ્ટી તરીકે તેમની સેવાની હું અનુમોદના કરું છુ. માનવતા, નીડરતા, પ્રામાણિકતા, પરોપકાર આ બધા તેમના સદગુણોનો અમૂલ્ય વારસો અમને મળ્યો તે માટે પ્રભુનો ખૂબ ખૂબ આભાર.

વલભીપુર જૈન સંઘ, ગિરનાર તીર્થ પ્રવાસ વેળાની તસવીર

મને યાદ છે ઘણાં લોકો મારા પપ્પાને કહેતા કે, મહેન્દ્રભાઈ, સેવાનો બાજરો ન આવે, આ છોકરાવના ભવિષ્ય સામે તો જુઓ! ત્યારે મારા પપ્પા એક જ જવાબ આપતા ‘છોકરાવ નું નસીબ છોકરાવ પાસે એ નહી નસીબ લઈને આવ્યા હોય’! સાચેજ, આજે જ્યારે તેમની આ વાત યાદ આવે છે, ત્યારે મનમાં વિચાર આવે છે કે તેમને પોતાના સારા કર્મો પર અને ઈશ્વર પર કેટલો અડગ વિશ્વાસ હતો! તેમને પૂરો ભરોસો હતો કે તેમના છોકરાઓ ક્યારેય દુઃખી નહીં થાય.

મુનિ શ્રી ચિત્રભાનુ મહારાજ વલભીપુરના રાજમહેલમાં : પાછળ હાથ જોડીને ઊભા મારા પપ્પા

વલભીપુર તાલુકામાં સામાજિક કાર્યકર તરીકે જીવનભર મારા પપ્પાએ જીવહિંસા અટકાવવા માટે તથા ગરીબોને થતા અન્યાય, અત્યાચાર વિરુદ્ધ ખુબ લડત આપી હતી. તેઓ ગાંઠનું ગોપીચંદન કરીને લોકોની મદદ કરતા. બેંક બેલેન્સ 150 રૂપિયા જેટલું હોય અને ફોલ્ડ કરેલા પોસ્ટકાર્ડ વચ્ચે શર્ટના ખિસ્સામાં 100 આસપાસ રૂપિયા હોય એટલે ખુશ. પણ જો એટલુંય ન હોય તો પણ કદી નિરાશ ન થતા. ફોટોફ્રેમ, તાળાની ચાવી બનાવવી, પ્રાયમસ, બેટરી (ટોર્ચ), પેટ્રોમેક્સ રીપેરિંગનું કામ કરીને મહેનતથી તેઓ ઘરખર્ચ માંડ કાઢતા હતા. એમાં પણ જો કોઈ વ્યક્તિ સરકારી કામ માટે અરજી લખાવવા આવે તો કામ પડતું મૂકી તેને અરજી લખી દેતા જરૂર પડે સરકારી કચેરીમાં તેની સાથે જતા એવો તેમનો સ્વભાવ.

શ્રી હસમુખરાય જગજીવનદાસ શાહ, શ્રી હસમુખરાય દુર્લભજી દોશી અને મારા પપ્પા ત્રણેય મિત્રો

વલભીપુરના ટાવર ચોકમાં ગામડામાંથી બળદ ગાડું ભરીને બાવળના કોલસા વેચવા આવતા મજૂર માણસો પાસેથી તેમના ભાવથી મારા પપ્પા કોલસા ખરીદતા અને શેઠ શ્રી પ્રેમચંદ ફુલચંદ અથવા શેઠ શ્રી વનમાળીદાસ દીપચંદના ગોડાઉનમાં આ કોલસાની ગુણીઓ ભેગી કરી જ્યારે ટ્રક ભરાય એટલી થાય ત્યારે પોરબંદરના એક સિંધી વેપારીને ત્યાં જાતે પહોંચતી કરતા હતા. આટલી મહેનત પછી એમાંથી 1000 રૂપિયા જેવો નફો મળે એટલે ખુશ ખુશ થઇ જતા.

He was not a man of loud words, but of lasting values.
My father believed that character is built quietly—through honesty in action, discipline in daily life, and compassion for others. He taught us that respect is earned by conduct, not position, and that true strength lies in patience and responsibility. Long before we understood success, he showed us the dignity of hard work, the power of silence, and the grace of living with integrity.

Nilesh M. Shah

Aavadmata Annkshetra: Valabhipur

શ્રી આવડમાતા અન્નક્ષેત્ર : વલભીપુર

Valabhipur BJP

ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી કાશીરામ રાણા સાથે મારા પપ્પા : ન્યાયયાત્રા

1st flat in Bhayandar (East) Jesal Park area, Mumbai

Nilesh Shah
Nilesh Shah

I enjoy social work, writing, photography, and music. I’m deeply interested in history, Jainism, travel, and entrepreneurship — subjects that continue to inspire my work and life.

Articles: 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *